Video: વડોદરામાં ઋષભાયન-3 કાર્યક્રમમાં હર્ષ સંઘવીની હાજરી, વારંવાર ગુનો કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી

સોર્સ: gstv

વડોદરાના નવલખી મેદાન ખાતે સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત ઋષભાયન-3 કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું કે 2024માં અમદાવાદથી શરૂ થયેલી ઋષભાયન અભિયાન યાત્રા મુંબઈ બાદ સંસ્કારી નગરી વડોદરા પહોંચી છે, જે દેશની સભ્યતા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણ અને સંસ્કૃતિના યોગદાનને યાદ કરતા તેમણે સોશિયલ મીડિયાના યુગમાં આક્ષેપોને બદલે સંવાદની પરંપરા જાળવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ ગુનાખોરી સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું કે વારંવાર ગુનો કરનાર સામે કાયદા મુજબ હિસાબ કરવો જ પડે.

આ સમાચાર શેર કરો

જાહેરાત