1થી 25 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ભાજપનું સેવાદૂત અભિયાન, 182 બેઠકો પર બૂથ સ્તરે જનસંપર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના સંદેશને જનજન સુધી પહોંચાડવા ગુજરાત ભાજપ દ્વારા 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સેવાદૂત અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ સાંસદો સેવાદૂત બનીને લોકો સુધી પહોંચશે.બૂથ સ્તરે યોજાનારા આ અભિયાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે લોકો યોજનાના લાભથી વંચિત રહી ગયા છે તેમને પણ લાભ અપાવવાના પ્રયાસો કરાશે. જિલ્લા સ્તરે મહામંત્રીઓને સંચાલનની જવાબદારી સોંપાશે અને ક્લસ્ટર ઇન્ચાર્જ સંકલન કરશે. અભિયાન દરમિયાન દરેક સેવાદૂત રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટના આધારે ભાજપ આગામી રાજકીય અને સંગઠનાત્મક રણનીતિ તૈયાર કરશે.
જાહેરાત













