Video: સુરતના કામરેજ ગ્રામ પંચાયતમાં વોર્ડ ફાળવણી સામે ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

સુરત જિલ્લાના કામરેજ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ વોર્ડ ફાળવણીનો વિવાદ સામે આવ્યો છે. કુલ 18 વોર્ડની અનામત બેઠકોની ફાળવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. પ્રથમ આઠ વોર્ડમાં મહિલા અનામત તેમજ વોર્ડ નંબર 2 અને 16માં SC અનામતની ફાળવણી સામે વાંધો ઉઠાવી લીવડ કોલોની વિસ્તારમાં ST બેઠક ફાળવવાની માંગ કરાઈ છે. વસ્તી, સામાજિક સ્થિતિ અને રોટેશનના નિયમો મુજબ પુનઃસમીક્ષા નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે.
જાહેરાત














