Video: ઇજિપ્તમાં ભયાનક માર્ગ દુર્ઘટના: તેલના ટેન્કરમાં આગથી 31નાં મોત, 21થી વધુ ઘાયલ

સોર્સ: gstv

ઇજિપ્તની રાજધાની કાહિરા નજીક હાઇવે પર તેલના ટેન્કરમાં ભીષણ આગ લાગતા 31 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 21થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેલ ભરેલો ટ્રક કાબૂ ગુમાવીને સેન્ટ્રલ રિઝર્વેશન સાથે અથડાઈને પલટી જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેની ઝપેટમાં આવતા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અને 39 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સળગતી કારોમાંથી લોકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતહ અલ-સીસીએ આ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે પૂરપાટ ઝડપ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે ઇજિપ્તમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકો જીવ ગુમાવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત