અમદાવાદ: દબાણ વિભાગની 'દક્ષિણા' લેતો વીડિયો વાયરલ, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ

અમદાવાદ મહાનગરપાલિકાના દબાણ વિભાગની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં દબાણ વિભાગના કર્મચારીઓનો ખુલ્લેઆમ પૈસા ઉઘરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર દબાણ હટાવવા કડક સૂચના આપે છે, તો બીજી તરફ આ વાયરલ વીડિયોએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.

અમદાવાદ શહેરને ટ્રાફિક અને દબાણ મુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવે છે. પરંતુ, ખુદ દબાણ વિભાગના કર્મચારીઓ જ આ સૂચનાઓના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

જાહેરાત

​શહેરના ઇસનપુર વિસ્તારમાં જાહેર માર્ગ પર દબાણ વિભાગના કર્મચારીઓ શાકભાજી વિક્રેતાઓ પાસેથી દબાણ નહીં હટાવવા બદલ ખુલ્લેઆમ 'દક્ષિણા' એટલે કે પૈસા ઉઘરાવતા કેમેરામાં કેદ થયા છે.

​આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ AMCના દબાણ વિભાગની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોએ તંત્રની કહેવાતી કડક કામગીરીની પોલ ખોલી નાખી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ કર્મચારીઓ સામે શું પગલાં ભરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત