મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદ: જગતપુરની સેરેનિટી સ્પેસ સોસાયટીમાં કિશોરીની છેડતી મુદ્દે બોલાચાલી

સોર્સ: gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી જગતપુર સેરેનિટી સ્પેસ સોસાયટીમાં ગરમાગરમીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કિશોરીને હેરાન કરતા કિશોરની માતા મીરાબેને તેના પરિવારને જાણ કરી હતી. જેના રોષમાં કિશોરના પિતા ઋષભ ચૌહાણ અને માતા બિંદિયા સોસાયટીમાં આવ્યા હતા. બિંદિયાએ મીરાબેનની આંખમાં મરચું નાખીને માર માર્યો હતો, જ્યારે ઋષભ ચૌહાણે છરીના ઘા ઝીંકીને મિથુન સોની પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દંપતીને હોસ્પિટલ ખસેડાયા છે, ત્યારે ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો