મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના મંગળ બજારમાં દિવાળીને લઈ પોલીસનું સઘન ચેકિંગ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા શહેરના મંગળ બજારમાં સુરક્ષાને લઈ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસીપી એન્ડ્રુ મેકવાન સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો આ કામગીરીમાં જોડાયા હતા. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ડ્રોન સહિતનાં આધુનિક ઉપકરણોથી પણ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. મંગળ બજારમાં તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી પોલીસ સતર્ક બની છે. પોલીસે વેપારીઓને જરૂરી સૂચનો આપી નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો