Video: સુરેન્દ્રનગરમાં પાણીની અછત વચ્ચે ટૂંક સમયમાં સૌની યોજના શરૂ થશે

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અછતને કારણે જળાશયો ખાલી થતાં ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલીઓ વધી છે, અને માલઢોર સાથે હિજરત કરવાનો વારો આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે સિંચાઈ વિભાગના ચેરમેન અને એક સમયના ખેડૂત નેતા રાજુ કરપડાનું ખેડૂતો પ્રત્યેનું દર્દ છલકાયું છે. તેમણે મુળી, સાયલા, ચોટીલા અને થાનગઢ વિસ્તારના લોકોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરી છે. રાજુ કરપડાએ હૈયાધારણા આપતા જણાવ્યું છે કે ગણતરીના દિવસોમાં જ સૌની યોજના શરૂ કરવામાં આવશે, જેથી સૌપ્રથમ આ વિસ્તારના તળાવો ભરીને ખેડૂતો અને પશુધન માટે પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.







