મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધારીના ગોવિંદપુરમાં SBI બેંકમાં તોડફોડ, આરોપી ઝડપાયો

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી એસબીઆઈ બેંકમાં તોડફોડ અને બેંક મેનેજરને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલાં સિદ્ધાર્થ સતાસિયા નામના શખ્સે બેંકમાં કોમ્પ્યુટર સહિત દરવાજાના કાચની તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત બેંક મેનેજર કુણાલભાઈ રાઠોડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મેનેજરે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ હાથ ધરનાર ધારી પોલીસે તોડફોડ અને ધમકીના આરોપમાં સિદ્ધાર્થ સતાસિયાને ઝડપી પાડ્યો છે.

આ સમાચાર શેર કરો