Video: પાટણના સમી તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત

પાટણ જિલ્લાના સમી ગામના તળાવમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતકની ઓળખ સમીના શ્રીમાળી મનુભાઈ મગનભાઈ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં અને સમી ડિઝાસ્ટર ટીમ, મામલતદાર, તલાટી તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન ત્રણ કલાકની ભારે જહેમત બાદ આધેડનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. સમી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.








