મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લુણાવાડા: કોંગ્રેસની કારોબારી સભામાં પૃથ્વીરાજ ચૌહાણે વોટ ચોરી મામલે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી

સોર્સ: gstv

લુણાવાડાના 42 સમાજ ઘર ખાતે કોંગ્રેસની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલ અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ જોડાયા હતા. પૃથ્વીરાજ ચૌહાણે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને માર્ગદર્શન આપી આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે વોટ ચોરીના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતા ચૂંટણીપંચના અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી અને વડાપ્રધાન સામે સવાલો ઉઠાવી બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માટે ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો