મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના યુવકની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી

સોર્સ: gstv

વડોદરાના ગોરવા મધુનગરમાં રહેતા પચીસ વર્ષીય મોહનસિંહ ચૌહાણ બે દિવસથી ગુમ થયા બાદ રાયપુરા નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ડેડબોડી બહાર કાઢી હતી. આઘાતજનક બાબત એ છે કે બે યુવકો તેમને ઘરેથી બોલાવીને લઈ ગયા હતા અને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. સોફિયાન અને અનિશ નામના યુવકો સામે કેનાલમાં ધક્કો મારી દીધાની ગંભીર આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે. યુવકના અચાનક મોતથી પરિવારમાં રોષ સાથે શોકનો માહોલ છવાયો છે, ત્યારે પોલીસે ન્યાય માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો