મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત એસએમસીની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરના ગંભીર આક્ષેપ

સોર્સ: gstv

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપના જ કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ મિલકત વેરા વસૂલાતમાં થતી ગેરરીતિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે અધિકારીઓ સ્વાર્થ ખાતર કોમર્શિયલ યુનિટોને રહેણાંકમાં ખપાવી મિલકતો ચોપડે ચડાવતા નથી. માત્ર વરાછા ઝોનમાં જ આકારણીની બે હજાર અરજીઓ પેન્ડિંગ છે, જ્યારે પાંચ દિવસની ડ્રાઇવમાં બત્રીસ હજાર મિલકતો ચોપડે ન ચડી હોવાનું બહાર આવ્યું હતું. નિષ્પક્ષ કામગીરી થાય તો પાલિકાની આવક સો કરોડ વધી શકે છે. તેમણે આર્થિક નુકસાન પહોંચાડતા અધિકારીઓ સામે પગલાં ભરી સાઠ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ યોજવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો