મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિસનગરમાં 500થી વધુ ખેલાડીઓની હાજરીમાં સ્પર્ધા

સોર્સ: gstv

મહેસાણાના વિસનગર ખાતે એસ.કે. પટેલ કેમ્પસમાં પાંચ રાજ્યોની યુનિવર્સિટીઓ વચ્ચે વેઇટલિફ્ટિંગ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં ૧૦૦થી વધુ યુનિવર્સિટીઓના ૫૦૦થી વધુ ખેલાડીઓની ઉપસ્થિતિમાં ભવ્ય વેઇટલિફ્ટિંગ શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં ભાગ લેવા માટે પાંચ રાજ્યોની યુનિવર્સિટીઓમાંથી મેન્સ અને વુમેન્સ સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. રમતગમત ક્ષેત્રે યુવા રમતવીરોને યોગ્ય પ્રોત્સાહન અને પ્રાધાન્ય મળે તેવા મુખ્ય આશય સાથે આ યુનિવર્સિટી સ્તરીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં આ ખેલાડીઓને વિશ્વકક્ષાએ નામના અપાવવામાં સહાયરૂપ બનશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો