મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદની શાળાઓને ધમકી મળ્યાં બાદ કાર્યવાહી

સોર્સ: gstv

અમદાવાદની શાળાઓને મળેલા ધમકીભર્યા મેઈલથી શાળા સંચાલકો અને વાલીઓમાં ગભરાટ છવાયો છે ત્યારે તંત્ર અને શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને સલામતીપૂર્ણ નિર્ણયો લેવા સૂચના આપવામાં આવી છે. શાળા પરિસરમાં અફરાતફરી ન ફેલાય તેમજ બાળકોમાં કોઈપણ પ્રકારની માનસિક સ્થિતિ કે ભય ન ફેલાય તે માટે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે. આ કેસમાં વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને સર્વોપરી રાખીને વાલીઓને સમયસર જાણ કરવા તેમજ તે મુજબ આગળના પગલાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે. બીજીબાજુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે અને ઈમેલ મોકલનાર અસામાજિક તત્વોની સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો