મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં પાર્સલમાંથી સોનાની ચેઈન ચોરી કરનાર ડિલિવરી બોય ઝડપાયો

સોર્સ: gstv

દિવાળીના તહેવારો ટાણે સુરતના ઉમરા વિસ્તારમાં પોર્ટર એપ્લિકેશનના ડિલિવરી બોય સામે સોનાની ચેઈન ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાર્લેપોઈન્ટ સ્થિત ક્રિષ્ના જ્વેલર્સમાંથી અગિયાર ગ્રામથી વધુ વજનની અંદાજે સવા લાખ રૂપિયાથી વધુ કિંમતની સોનાની ચેઈન પાર્સલ મારફતે મોકલવામાં આવી હતી. આરોપી ધ્રુવ વોરાએ પાર્સલમાંથી અસલી સોનાની ચેઈન કાઢીને તેની જગ્યાએ સિલ્વર કલરની સ્ટીલની ચેઈન મૂકી દીધી હતી. આ નકલી પાર્સલ મહિધરપુરા પહોંચાડનાર આરોપી સામે ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો છે.

આ સમાચાર શેર કરો