Video: મહેસાણામાં સ્વાગત બંગલોઝના રહીશોની કાયમી રસ્તાની માંગ

મહેસાણા મહાનગરપાલિકા ખાતે સ્વાગત બંગલોઝના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીના રસ્તા પર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ અને ગેસ્ટ હાઉસ બનાવી દેવાતાં અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આસપાસનાં ગેરેજ અને દબાણોને કારણે મહિલાઓ અને બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વર્ષ 2000થી વસેલી સોસાયટીના રહીશોને અન્ય રસ્તેથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કાયમી રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યાં છે. મહેસાણામાં સ્વાગત બંગલોઝના રહીશો રસ્તાની સમસ્યાને લઈને મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કાયમી રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સ્થાનિકોએ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી છે.








