મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીના આપઘાતમાં પાંચ સામે ગુનો

સોર્સ: gstv

રાજકોટના અટીકા ફાટક પાસે આવેલા લસણના કારખાનામાં કોળી સમાજના દંપતીના આપઘાત મામલે મોટો અપડેટ સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનાર મૃતક રમેશભાઈના પિતાએ આખરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યાજખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મોરબીના ગોગન કારા બંધિયા, નિશાબેન બુખારી, નિઝામ અબ્બાસ ઘુસા, અજયસિંહ અને વ્યાજના રૂપિયા પેટે બળજબરીથી કાર પડાવી લેનાર બાપુ સહિતના શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરો તેમની પાસેથી વાર્ષિક ૧૯૫ ટકા જેટલું મસમોટું વ્યાજ વસૂલતા હતા. હાલ ભક્તિનગર પોલીસે આ પાંચેય વ્યાજખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો