મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચિત્રાસર પાસે સાબરમતીના પટમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ

સોર્સ: gstv

ખેડા જિલ્લાના ચિત્રાસર નજીક સાબરમતી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું હતું. વિભાગની ટીમે ટાટા હિટાચી કંપનીનું એક એક્સેવેટર અને આઠ ડમ્પર સહિત કુલ નવ વાહનો ઝડપી પાડ્યાં હતાં. તમામ વાહનોને ખેડા કેમ્પ સ્થિત ખેડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો