મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ઘી અને બિરયાની સહિત ૧૯ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર

સોર્સ: gstv

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. તંત્ર દ્વારા લેવાયેલા ઘી, પનીર, તેલ, અથાણાં, સંભાર અને નોનવેજ સહિત વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ ૧૯ નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે નિમ્ન ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે. જેમાં તાજ ડેરી અને તાજવાલા ડેરીના ઘીના સેમ્પલ નાપાસ થયા છે, તો ફતેગંજની પ્રખ્યાત હૈદરાબાદ બિરયાનીના નમૂના પણ નિર્ધારિત ધોરણો પર ખરા નથી ઉતર્યા. પાલિકાના આરોગ્ય અધિકારી જીતેન્દ્ર ગોહિલે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સંબંધિત રેસ્ટોરન્ટ્સ અને મેન્યુફેક્ચરર્સ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવી તપાસ ઝુંબેશ કડક રીતે ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો