મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:ભીલડીમાં પીએમ મોદીના હસ્તે બનાસ ડેરીના પશુ સંવર્ધન કેન્દ્રનું થશે લોકાર્પણ

સોર્સ: gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ બની છે. આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન બનાસ ડેરીના અંદાજે રૂપિયા 325 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભીલડી પહોંચ્યા હતા. આ આધુનિક કેન્દ્રનો મુખ્ય હેતુ દેશી ગાય અને ભેંસોની ઓલાદમાં સુધારો કરવાનો તેમજ દૂધ ઉત્પાદન વધારવાનો છે. ઉત્તમ ઓલાદનાં પશુઓના વિકાસ માટે તૈયાર કરાયેલું આ કેન્દ્ર પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો