મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કામચોર અધિકારીઓ-કર્મચારીઓની કાયમી ધોરણે ડિસમિસ કરો: કુમાર કાનાણી

સોર્સ: gstv

સુરતમાં નકલી દવાઓ અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખીને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે કે, આરોગ્ય અને ફૂડ વિભાગની ચેકિંગની કામગીરી માત્ર નાટક સમાન છે, કારણ કે તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ ખવાઈ ગયા પછી તેના રિપોર્ટ આવે છે. શહેરમાં નકલી ડોક્ટરો, નકલી દવાઓ તેમજ દૂધ, ઘી અને મસાલામાં બેફામ ભેળસેળ વેચાઈ રહી છે. તેમણે માંગણી કરી છે કે, ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ-કર્મચારીઓની માત્ર બદલી કે સસ્પેન્શન પૂરતું નથી, પરંતુ તેમને કાયમી ધોરણે ડિસમિસ કરવા જોઈએ. સાથે જ, માનવ જિંદગી સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે સીધો માનવ વધનો ગુનો નોંધીને કડક કાયદો લાવવા રજૂઆત કરી છે. કાનાણીના આ પત્રથી તંત્રમાં હડકંપ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો