Video: સુરેન્દ્રનગર સબજેલમાં રેન્જ આઈજીનું સરપ્રાઈઝ ચેકિંગ

સુરેન્દ્રનગર સબજેલમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. જેલમાં નશીલા પદાર્થો પહોંચતા હોવાની બાતમીના આધારે તેમણે જેલની મુલાકાત લીધી હતી. ચેકિંગ બાદ કેદીઓને બહારથી આપવામાં આવતાં ટિફિન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ નિર્લિપ્ત રાય ટીમ સાથે જેલની આસપાસ આવેલી દુકાનોમાં તપાસ માટે પહોંચ્યા હતા. જેલ નજીકની દુકાનોમાં નશીલા પદાર્થોના વેચાણ પર રોક લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધવા જિલ્લા પોલીસને પણ સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગર સબજેલમાં નશીલા પદાર્થો પહોંચતા હોવાની બાતમી મળતાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તપાસ બાદ ટિફિન વ્યવસ્થા બંધ કરવા અને જેલ નજીકની દુકાનોમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.








