મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જુનાગઢના દિવાસામાં ગેરકાયદે ખનન સામે દરોડા

સોર્સ: gstv

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદે ખનન સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ધમધમતી ત્રણ ખાણો પર એસડીએમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બે ટ્રેક્ટર સહિત ચાર ચકરડી કબજે કરવામાં આવી છે. ત્રણેય ખાણોમાંથી મુદ્દામાલ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થળ પર સર્વે હાથ ધરાયો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત સર્વે પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે. મળેલી ફરિયાદો અને સૂચનાઓના આધારે તંત્રએ તપાસ તેજ કરી છે. ગેરકાયદે ખનન મામલે હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો