મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાબરકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો ખેડૂતોની આંદોલનની ચીમકી

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદના કારણે જળસંકટ ઘેરું બન્યું છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ સાબરકાંઠાને બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી છે. જિલ્લાના મોટાભાગના જળાશયો અને તળાવોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે અને અનેક જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી બચ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. ભારતીય કિસાન સંઘ સહિતના ખેડૂતોએ સરકાર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેતી અને પાણીની વ્યવસ્થાને લઈને મુશ્કેલીઓ વધી રહી છે. આગામી દિવસોમાં સાબરકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ આપી છે

આ સમાચાર શેર કરો