Video: અમરેલી સિંચાઈ વિભાગમાં રૂ. 51 હજારની લાંચ લેતાં બે ઝડપાયા

અમરેલી સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીએ કાર્યવાહી કરીને જુનિયર ક્લાર્ક અને કરાર આધારિત પટ્ટાવાળાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા કર્મચારીઓમાં જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને પટ્ટાવાળા જયદીપ હરિયાણીનો સમાવેશ થાય છે. ફરિયાદીના બિલનાં બાકી નાણાં તેમજ બાંધકામમાં વપરાયેલા સામગ્રીના પરીક્ષણના બિલ મંજૂર કરાવવા માટે ર રૂપિયા 51 હજારની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ છે. એસીબીએ છટકું ગોઠવી બંનેને કથિત લાંચની રકમ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી અમરેલી એસીબીની ટીમે હાથ ધરી હતી. બંને સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.








