મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવા વાડજથી ભાજપ દ્વારા યોજાઈ 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રા

સોર્સ: gstv

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. કોંગ્રેસ દ્વારા દેશમાં અરાજકતા ફેલાવાતી હોવાના આક્ષેપ સાથે આયોજિત આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત ૨૫ હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્થાનિક સાંસદ, ધારાસભ્યો અને મંત્રીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ લોકતંત્ર બચાવવાના નારા લગાવ્યા હતા. જોકે, સત્તામાં હોવા છતાં ભાજપે જ વિપક્ષની ભૂમિકા ભજવીને રોડ પર ઉતરવું પડ્યું તે બાબત સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. ખાસ કરીને શું લોકતંત્ર ચલાવનાર જ લોકતંત્ર બચાવ નથી શકતા તેથી રોડ પર આવું પડ્યું તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ

આ સમાચાર શેર કરો