મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં 22.25 લાખની ઠગાઈનો આરોપી ઝડપાયો

સોર્સ: gstv

અમદાવાદમાં કલર ડાઈઝ અને કેમિકલના વેપારીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપસર મોહિત સહાની નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જયપુરનો રહેવાસી આરોપી ઇકોલોજિકલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે આર્થિક ગુના શાખામાં 22.25 લાખ રૂપિયાની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ અગાઉ વાપીમાં કંપની શરૂ કરી બંધ કરીને ફરાર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ છે. નારોલમાં ગોડાઉન શરૂ કરીને વેપારીઓ સાથે વ્યવહાર કરતો હોવાની વિગતો સામે આવી છે. આરોપી સામે અગાઉ પણ કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. કલર ડાઈઝ અને કેમિકલના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડીના કેસમાં અમદાવાદની આર્થિક ગુના શાખાએ મોહિત સહાનીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ કરોડો રૂપિયાની ઠગાઈના આક્ષેપો સાથે ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો