Video: શેરબજારના નામે રૂ. 1.27 કરોડની ઠગાઈ, 100 રોકાણકારોને ઊંચા વળતરની લાલચ

અમદાવાદમાં શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી રોકાણકારો સાથે ઠગાઈ કરવાના કેસમાં ઈઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બે વર્ષમાં નાણાં ત્રણ ગણા કરી આપવાની અને દર મહિને બે થી અઢી ટકા વળતર આપવાની લાલચ આપી હતી. આ રીતે અંદાજે 100 રોકાણકારો પાસેથી રૂપિયા 1.27 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઈઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચે ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે. તપાસમાં છ અલગ અલગ કંપનીઓ અને આશરે 235 બેંક ખાતાં મારફતે નાણાકીય વ્યવહારો થયાની વિગતો સામે આવી છે. આરોપીઓ સામે અગાઉ અડાલજમાં પણ રૂપિયા ત્રણ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.








