Video: સુરતમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખી જિલ્લા પોલીસ એક્શન મોડમાં

સુરત જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જિલ્લા પોલીસ એક્શન અને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કામરેજ ખાતે એસપી રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને બેંક મેનેજરો સહિત ૩૦૦થી વધુ લોકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વેપારીઓ અને બેંકોને સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તહેવારોમાં ભીડભાડવાળી જગ્યાઓ પર અસામાજિક તત્વો અને સ્નેચરો પર નજર રાખવા એલસીબી અને એસઓજીની ટીમો સિવિલ ડ્રેસમાં સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત ભૂતકાળના લિસ્ટેડ ગુનેગારો પર ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આકરી વોચ રાખવામાં આવી રહી છે.








