Video: ભુજઃ રાજ્ય સરકારની સહાયની જાહેરાતને ખેડૂતોએ આવકારી

ગુજરાત સરકાર દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ઓછા વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને પ્રતિ હેક્ટર સાડા આઠ હજાર રૂપિયાની આર્થિક સહાય જાહેર થઈ છે..ત્યારે તેનો તેનો લાભ સમયસર અને પારદર્શક રીતે મળે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની સહાયની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે. હવે ખેડૂતો અને પશુપાલકોને સરકારી સહાયનો લાભ સમયસર મળે તે મહત્વનું રહેશે.







