મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં ભાજપની રેલી વચ્ચે ગુલાબ આપી વિરોધ કરવા જતાં કોંગ્રેસી કાર્યકરોને રોકાયા

સોર્સ: gstv

રાજકોટમાં ભાજપની રેલી દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો ભાજપની રેલીમાં પ્રમુખ સહિતના નેતાઓને ગુલાબ આપીને વિરોધ નોંધાવવા જવાના હતા. જોકે, પોલીસે બેરીકેડ લગાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને અટકાવ્યા હતા. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે રાજકોટમાં ભાજપની રેલી વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હતો.

આ સમાચાર શેર કરો