મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરના મોટી કઠેચી ગામે પાણીના સંપમાં ઝેરી પદાર્થ ઉમેરાયો

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના મોટી કઠેચી ગામે અવાવરૂ તત્વો દ્વારા ગામના પાણીના મુખ્ય સંપમાં ઝેરી પદાર્થ અને ઓઇલ નાખી દઈ આખા ગામને નુકસાન પહોંચાડવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામજનોને શંકા જતાં સંપમાં તપાસ કરતા ઝેરી રસાયણ અને ઓઇલ હોવાનો ખુલાસો થયો હતો. સ્થાનિક યુવકો દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જો આ દૂષિત પાણીનું વિતરણ થઈ ગયું હોત તો ચાર હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. સમયસૂચકતા વાપરી તંત્ર દ્વારા સંપ તાત્કાલિક ખાલી કરાવાયો છે અને બનાવ અંગે પોલીસને જાણ કરતા આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો