મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોનું રૂ. ૩ લાખ સુધીનું દેવું માફ કરવાની માંગ

સોર્સ: gstv

રાજકોટના ખેડૂતોમાં દુષ્કાળ સહાય મુદ્દે સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ હેક્ટર દીઠ રૂપિયા ૮ હજાર ૫૦૦ની સહાયને ખેડૂતોની ક્રૂર મજાક ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ, કપાસ અને મગફળીના પાક માટે ખેડૂતો ૧.૩૦ લાખથી ૧.૫૦ લાખ રૂપિયા સુધીનું ધિરાણ લેતા હોય છે, ત્યારે આટલી ઓછી સહાયથી દેવું ચૂકવવું મુશ્કેલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટ જિલ્લાને સહાયમાંથી બાકાત રાખીને સરકાર ભેદભાવ કરી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, માત્ર આઠ ઈંચ વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું રૂપિયા ૩ લાખ સુધીનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ સાથે ચેતવણી અપાઈ છે કે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો