મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વલસાડના ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ ખાતે આવેલા એક મહાકાય ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ખાનગી કંપનીઓના આ ગોડાઉનમાં પેન્સિલ, ઓઇલ સહિતના કાચા અને પાકા માલનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડા બે કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. એક ગાળામાંથી શરૂ થયેલી આગ અન્ય ગાળાઓમાં પણ ફેલાતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં વાપી, ઉમરગામ અને સરીગામથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર સેફ્ટીના અભાવે આવા ગોડાઉનો પર્યાવરણ અને ગામ માટે ગંભીર જોખમ બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો