Video: ધ્રાંગધ્રામાં ડમ્પર ચેકિંગમાં ભેદભાવનો આક્ષેપ, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કલ્પના ચોકડી પાસે ડમ્પર ચેકિંગને લઈને વિવાદ સર્જાયો છે. તાલુકા પોલીસના ડી-સ્ટાફે એક ડમ્પર પકડ્યું હતું, જ્યારે બાજુમાંથી પસાર થતું રેતી ભરેલું બીજું ડમ્પર નીકળી ગયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે ચેકિંગની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના સવાલો ઊઠ્યા છે. જો બંને ડમ્પરની તપાસ થઈ હોય તો એક સામે કાર્યવાહી અને બીજાને જવા દેવા પાછળનું કારણ શું, તે અંગે ચર્ચા થઈ રહી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસે ડમ્પર ચેકિંગનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. એક ડમ્પર પકડાયું અને બીજું નીકળી ગયું હોવાના આક્ષેપ વચ્ચે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.








