મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદ મેયર ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

સોર્સ: gstv

અમદાવાદ મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને પ્રશાસનમાં ભારે સસંગઠન અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મળતી વિગતો અનુસાર, ૨.૧૧ વાગ્યે મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે ઈમેલ મારફતે ત્રીજી વખત આ પ્રકારની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકીભર્યો મેઈલ મળતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ મામલે મેઈલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો