Video: અંકલેશ્વરમાં લાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પ્રદર્શન

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ પ્રકારના શસ્ત્રોની ભૂમિકાથી માહિતગાર કરવાનો હતો. પ્રદર્શન દરમિયાન પીઆઈ આર. એમ. વસાવા તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને શસ્ત્રોની ઓળખ અને તેમની ઉપયોગિતા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરીને નજીકથી સમજીને ઉત્સાહપૂર્વક જાણકારી મેળવી હતી.








