મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેનેડી ગામે પાણીની પાઈપલાઈન તૂટવાથી પાણીનો બગાડ

સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ અને જળસંકટ વચ્ચે પાણીનો બેફામ વેડફાટ થવાની ઘટના સામે આવી છે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. ગામમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જેસીબી કે મશીનરીના કારણે આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય રસ્તા પરની ગોળાઈ પાસે પાઈપલાઈન તૂટી જવાથી હજારો અને લાખો લીટર શુદ્ધ પાણી સીધું રસ્તા પર ફુવારાની જેમ વહી ગયું હતું. જેનાથી વગર વરસાદે રસ્તો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ ગ્રામજનો અને પશુપાલકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ આ રીતે પાઈપલાઈન તૂટવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણીની તીવ્ર અછત વચ્ચે આ પ્રકારે પાઈપલાઈન તૂટવાની ઘટનાથી તંત્રની કામગીરી અને બેદરકારી સામે સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો