મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોધલાં ગ્રામ પંચાયતમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મોધલાં ગ્રામ પંચાયતમાં સરપંચ સામે પાંચ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા રાજકીય ખળભડાટ મચી ગયો છે. કલેકટરની રાત્રી સભાના અડતાલીસ કલાક પહેલા જ સભ્યોએ વિકાસના કામોમાં અંધારામાં રાખવાના આક્ષેપ સાથે તલાટીને લેખિત અરજી આપી છે. કુલ આઠ પૈકી પાંચ સભ્યોની સહીથી થયેલી આ બળવાથી ગ્રામ્ય રાજકારણ ગરમાયું છે. અગાઉ નસવાડી બાદ હવે મોધલાંમાં થયેલી આ ઉથલપાથલથી અન્ય જૂથ ગ્રામ પંચાયતોના સરપંચોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે મનસ્વી વહીવટ સામે સભ્યોનો આક્રોશ સતત વધી રહ્યો છે.

આ સમાચાર શેર કરો