Video: ગુજરાત હાઈકોર્ટને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ માનસ રંજન પાઠકના નામની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરી છે. હાલ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેમની નિયમિત મુખ્ય ન્યાયાધીશ તરીકેની નિમણૂક પર મહોર લાગશે.







