મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લોટ દળવાની મિલમાં મધરાત્રે લાગી આગ

સોર્સ: gstv

રાજકોટના જૂના મોરબી રોડ પર આગની ઘટના બની હતી. અહીં આવેલી એક લોટ દળવાની મિલમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને 'બી' ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સમાચાર નથી મળ્યા. જોકે, મિલમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું અસલી કારણ જાણવા માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો