મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: એકતાનગરમાં એકતા પરેડ પહેલા ડેન્ગ્યુનો કહેર, 21 જવાનો હોસ્પિટલમાં દાખલ

સોર્સ: gstv

નર્મદાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આસામથી પરેડ માટે આવેલા જવાનોમાંથી 21 જવાનોને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. 40 જવાનોની આ ટુકડીમાંથી અડધાથી વધુ જવાનોને એક પછી એક તાવ આવતા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ સંક્રમિત થતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તમામ પોઝિટિવ જવાનોને તાત્કાલિક સારવાર માટે એકતાનગરના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની વિશેષ દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો