મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડીના 50થી વધુ ગામોમાં પાક સુકાયા, ખેડૂતો મુશ્કેલીમાં

સોર્સ: gstv

છોટાઉદેપુરના નસવાડીમાં ઓછા વરસાદથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. મકાઈ, તુવેર અને કપાસના પાક સુકાવા લાગતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડુંગરાળ વિસ્તારનાં 50થી વધુ ગામોમાં અંદાજે ચાર હજાર હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થવાની શક્યતા છે. નર્મદા નદી નજીક હોવા છતાં સિંચાઈની સુવિધા ન હોવાથી ખેડૂતો વરસાદ પર નિર્ભર છે. હવે ખેડૂતો દ્વારા ખેતરોનો સર્વે કરી નુકસાનનો અહેવાલ તૈયાર કરવા અને આર્થિક સહાય આપવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો