Video: વડોદરાના ખંડેરા માર્કેટમાં સફરજનના ગોડાઉનમાં આગ

વડોદરામાં ખંડેરા માર્કેટ નજીક ફ્રૂટ બજારમાં આવેલા સફરજનના ગોડાઉનમાં ગત રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને નવાપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.






