Video: વડોદરા આતંકી ધરપકડ કેસમાં હોટેલ મિલનનું નામ સામે આવ્યું, ATSએ CCTV અને પથીક સોફ્ટવેર તપાસ્યું

સોર્સ: gstv

વડોદરામાં આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની ધરપકડ બાદ અલકાપુરી ગરનાળા પાસે આવેલી હોટેલ મિલનનું નામ સામે આવ્યું છે. ATSના નિવેદન મુજબ આરોપી હોટેલ મિલનમાં રોકાયો હતો. ATSની ટીમે હોટેલમાં પહોંચીને CCTV કેમેરા અને પથીક સોફ્ટવેરની એન્ટ્રીઓ તપાસી હતી. હોટેલ માલિક ઈર્શાદ સૈયદના જણાવ્યા મુજબ ATSએ તપાસનું ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. જોકે, તપાસ દરમિયાન હોટેલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હોટેલ માલિકે આતંકવાદી પ્રવૃત્તિઓનો સખત વિરોધ કરતાં તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યાનું જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત