Video: અંકલેશ્વરની ગર્લ્સ હાઈસ્કૂલમાં સરસ્વતી સાધના યોજના હેઠળ 23 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ

ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના વિકસતી જાતિ વિભાગ દ્વારા અંકલેશ્વરની એમ.ટી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 23 વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત સાયકલ અર્પણ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓને શાળાએ જવા-આવવામાં પડતી હાલાકી ઘટાડવાનો અને તેમના શિક્ષણને વેગ આપવાનો છે, જેનાથી ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓના સમયની બચત થશે. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયા, દંડક ભાવેશ કાયસ્થ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિલ્પા સુરતી અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને મન દઈને અભ્યાસ કરવા અને શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી.
જાહેરાત














