Video: જેતપુરના પીઠડીયામાં વીજ લાઈન મુદ્દે ઘર્ષણ, પૂર્વ જાણ વગર કામગીરી શરૂ થતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે જેટકોની ૬૬ કેવી વીજ લાઈનના કંડક્ટર બદલવાની કામગીરીને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. છેલ્લા ૬૦ વર્ષથી ખેતરોમાંથી પસાર થતી આ વીજ લાઈનનું આજદિન સુધી કોઈ વળતર ન મળ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. વધુમાં, કોઈપણ પૂર્વ જાણ કે નોટિસ વગર પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં પ્રવેશી કામગીરી શરૂ કરાતા જગતનો તાત રોષે ભરાયો હતો. ઘટનાસ્થળે પોલીસની હાજરીમાં જ ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી..

આ સમાચાર શેર કરો

જાહેરાત