ગોધરાના ખેતરોમાં પાકતો હતો કરોડોનો નશો! એક-બે નહીં પણ 4 ખેતરોમાંથી ₹4.62 કરોડનો ગાંજો ઝડપાતા ખળભળાટ

ગોધરાના ખેતરોમાં પાકતો હતો કરોડોનો નશો! એક-બે નહીં પણ 4 ખેતરોમાંથી ₹4.62 કરોડનો ગાંજો ઝડપાતા ખળભળાટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પંચમહાલ જિલ્લામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગોધરામાં એક-બે નહીં પરંતુ 4 અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. પોલીસે આ મામલે 4 શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર ઝડપા, 502 ગાંજાના છોડ જપ્ત

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં SOG અને ANWની સંયુક્ત ટીમે દરોડા પાડી આ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન ગામના અલગ-અલગ 4 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. પોલીસની ટીમે આ 4 ખેતરોમાંથી કુલ 502 ગાંજાના છોડ જપ્ત કર્યા છે.

રૂ. 4.62 કરોડનો 924 કિલો ગાંજો ઝડપાયો, 4ની ધરપકડ

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આ ગાંજાના છોડનું કુલ વજન 924.01 કિલો થાય છે જેની બજારમાં અંદાજિત કિંમત રૂ. 4,62,00,500 થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા પંથકમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ

  • પ્રભાત રાયસિંહ બારિયા
  • ગુલાબ બળવંતભાઈ બારિયા
  • સોના રાયસિંહ બારિયા
  • કમળાબેન દિવાનસિંહ બારિયા (વિધવા)

આ સમાચાર શેર કરો

જાહેરાત