Video: સુરેન્દ્રનગરના દુધરેજમાં ભરશિયાળે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું

સુરેન્દ્રનગરના દુધરેજ પંચાયત ઓફિસ નજીક 3 દિવસ પહેલા રિપેર કરેલી પાણીની પાઈપલાઈનમાં ફરી ભંગાણ સર્જાતા ભરશિયાળે પાણીની રેલમછેલ થઈ છે. નબળી ગુણવત્તાની પાઈપલાઈન નાખી હોવાથી વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે. પ્રેશર સાથે પાણી વહેતા રોડ પર ઢીંચણ સમાણાં પાણી ભરાયા હતા અને આજુબાજુની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની વસ્તુઓને નુકસાન થયું છે. એક તરફ શહેરમાં 3 દિવસે પાણી અપાય છે, ત્યારે હજારો લિટર પાણી વેડફાયું છે. હવે રિપેરિંગ બાદ જ પાણી મળશે જેથી દુધરેજવાસીઓને 5 દિવસ રાહ જોવી પડશે. સ્થાનિકોએ ગુણવત્તાયુક્ત પાઈપલાઈન નાખી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
જાહેરાત














